________________
માણસ પોતાની લાગણીઓ પર કેવી રીતે કાબૂ મેળવે છે તેના આધારે તેના બળનું માપ નીકળે છે.
રાજા હોય કે ખેડૂત જેને ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે, તે દુનિયાનો સૌથી સુખી માણસ છે.
અનિર્ણાયકતા એ ચારિત્ર્યની સૌથી મોટી નબળાઈ છે.
સાચો તંદુરસ્ત માણસ એ છે જે કુદરતી વાતાવરણમાં મરજી મુજબ હરી ફરી શકે અને પોતાના અસ્તિત્ત્વ માટે ભગવાનને ધન્યવાદ આપે.
ભગવાનમાં વિશ્વાસ એટલે દુનિયા પર વિશ્વાસ એટલે આત્મા પર વિશ્વાસ એટલે સત્ય પર વિશ્વાસ.
તમામ સાહિત્યના અભ્યાસથી અથવા આખા વિશ્વનાં વિજ્ઞાનથી જે સમાધાન મળવાનું નથી તે આત્મસંશોધનથી મળે છે.
ઓ પ્રભુ! આ જગતને સુધારજે પણ તેની શરૂઆત મારાથી કરજે.
પાંચ પ્રકારનો પૈસો ઝેર સમાન છે. (૧) પાપનો, (૨) થાપણનો, (૩) દીકરીનો, (૪) ધર્માદાનો, (૫) બીજાનાં ભાગનો
સુખી થવાનો એક જ ઉપાય છે - સુખની તમન્ના ત્યજો!
વધુ કામથી કંટાળી જતી વ્યક્તિ ક્યારેય મોટું કામ કરી શકતી નથી.
Jain Education International
૧૯૨
For Personal & Private Use Only
www.jainelibrary.org