________________
પ્રભુ આપણી પાસેથી જે કામ લેવા માંગતો હોય તેને અનુરૂપ બુદ્ધિ અને શક્તિ તે આપે જ છે.
હું કદી અંધકારમાં જીવતો નથી. મને માણસો અને સમય પર શ્રદ્ધા છે.
કોઈપણ વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં નિરાશ થઈ જવાની જરૂર નથી. તમારાં શરીરમાં કે દિમાગમાં અકસ્માતે કોઈ ક્ષતિ પહોંચી ગઈ હોય તો નાસીપાસ થતાં નહીં. તમે જિંદગી જીવી રહ્યા છો તો ભવિષ્યમાં તમારી પાનખર ખરી જઈને તમારાં જીવનમાં વસંત અવશ્ય ટહુકશે જ.
એક દુર્ગુણને પોતાનામાંથી નિર્મૂળ કરીએ, તેનાથી પચાસ શિક્ષકો પાસે કેળવણી લઈએ તે કરતાં વધુ ડહાપણ આપણામાં આવે છે.
દરેક જાતની મુશ્કેલીમાંથી પસાર થવા છતાં જે પોતાના મગજનું સમતોલપણું જાળવી રાખે છે એનું નામ મર્દ. સ્વર્ગસુખ કે ગોળીનો ઘા સરખા જ સ્વાદથી માણે એનું નામ જવાંમર્દ.
મૌનનું મહત્ત્વ હું દરરોજ જોઉં છું. મૌન સૌને માટે સારું છે, પણ જે કામમાં ડૂબેલો રહે છે તેને માટે મૌન સોના જેવું છે.
- ગાંધીજી
પોતાને ઓળખવા માટે માણસે પોતામાંથી બહાર નીકળી તટસ્થ બનીને પોતાને જોવો જોઈએ.
Jain Education International
૧૯૧
For Personal & Private Use Only
www.jainelibrary.org