________________
સોર મોનેસબંધે વ્યક્તિગતે સર્પદો જ છે પણ સાહસની સફળતા માટે પણ અત્યંત જરૂરી છે.
માણસની શાંતિની પરીક્ષા સમાજમાં થઈ શકે છે, હિમાલયમાં નહીં.)
આપણને આપણી કદર થાય એટલા અમૃતથી તૃપ્તિ નથી થતી. આપણને ખુશામતનું ઝેર પણ જોઈએ જ છે.
આપણે માણસ છીએ, ભૂલ થઈ જાય એ સ્વાભાવિક છે પણ ) હંમેશની બેદરકારી એ ગૂનો જ છે.
માર્ગમાં તમને જે તોફાનો ભેટ્યાં એમાં જગતને રસ નથી, તમે નૌકા પાર ઉતારી કે નહીં?
પીગળવા ન ઈચ્છતી મીણબત્તી પ્રકાશ આપી શકે નહીં, પ્રકાશ આપવો હોય તો પીગળવું જ પડે.
સ્વચ્છ વાણી અને સ્વચ્છ ચિત્ત હોવું એ માણસની કીર્તિ પતાકા છે.
સારા બનવા કરતાં સારા દેખાવાની ઈચ્છા રાખે તે દંભ, સારા દેખાવા કરતાં સારા બનવાની ઈચ્છા રાખે તે પ્રમાણિકતા.
જે કંઈ કરો તેમાં તમારી તમામ શક્તિ રેડી દો. તમારી જાતને ઓગાળી દો.
(જરૂરત વગર જે દુઃખી છે તે જરૂર કરતાં વધારે દુઃખી થાય છે.
( ૧૦ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org