________________
કસરત એટલે કે વ્યાયામ એ શરીરની સાચી પૂજા છે. જેઓ વ્યાયામ કરતા નથી એમના શરીર પછીથી એમના આત્મા સાથે વેર લે છે. આત્મા અને શરીરની મૈત્રીના સુખી સિદ્ધાંતનું નામ છે વ્યાયામ. - અનુશ્રુતિ
ધૈર્ય કોને કહેવાય? શંકરાચાર્ય કહે છે, ઘાસની એક સળી લઈને સમુદ્રકિનારે બેસો ને સળી પર પાણીનું એક એક ટીપું લો. ધૈર્ય હશે અને નજીકમાં ટીપાં સચવાઈ રહે તેવી ખાઈ હશે તો કાળે કરીને સમુદ્ર ખાલી થશે. આ લગભગ પૂર્ણ ધૈર્યનું દ્રષ્ટાંત છે.
- ગાંધીજી
બાણ કેવી રીતે મારવામાં આવે છે? જ્યાં સુધી ધનુષની દોરી ખેંચી રાખીએ છીએ ત્યાં સુધી તીર આપણા હાથમાં જ રહે છે. જ્યારે તેને છોડી દઈએ છીએ ત્યારે સૂસવાટા કરતું જઈને લક્ષ્યસિદ્ધિ કરે છે. તમારા હૃદયમાં અનેક જાતની વાસનાઓ ઈચ્છાઓ છે પણ જ્યારે તેમને છોડી દેશો ત્યારે જ તે ફળીભૂત થશે. કામનાઓને જ્યાં સુધી ખેંચી રાખશો, વાસનાઓ માટે ઝંખ્યા કરશો ત્યાં સુધી તે સિદ્ધ થશે નહીં. તમારી ઈચ્છાઓને છોડી દો. તેમને ઓળંગી જાઓ.
સ્વામી રામતીર્થ
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોમાં પ્રભુ ભક્તિ સિવાય સુખ કે શાંતિ પ્રાપ્ત થતાં નથી. પ્રભુનો સાક્ષાત્કાર ન થાય તો કંઈ નહિં પરંતુ એ બહાને આત્મશુદ્ધિ અને જીવનશુદ્ધિ થાય એ કેટલી મોટી સિદ્ધિ છે. - વિનોબા ભાવે
હંમેશા હસાય એટલું હસો, એ તદૃન સસ્તું ઔષધ છે.
Jain Education International
૧૮૦
For Personal & Private Use Only
www.jainelibrary.org