________________
જો તમે ખોટા મનુષ્યોને જોશો અને તેમની વાતો સાંભળશો તો ત્યાંથી જ ખોટાપણાનો પ્રારંભ થઈ જશે તે સમજજો.
- જંગ-કુ-૮૪
આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે, પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. - ભગવાન શંકરાચાર્ય
હે પરમાત્મા મને એવી આંખ આપ કેજે સંસારના સઘળા પદાર્થોને પ્રેમની દ્રષ્ટિથી જુએ.
ક્ષમા દંડ કરતા મહાન છે. દંડ આપનાર માનવી છે જ્યારે ક્ષમા આપનાર દેવતા છે. દંડમાં ઉલ્લાસ છે પણ શાંતિ નથી. ક્ષમામાં તો ઉલ્લાસ અને શાંતિનો સમન્વય છે.
- ભતૃહરિ
જીવનનો અર્થ માત્ર કાર્ય નથી. કાર્ય વિરામ પણ છે. કાર્ય અને વિરામનું સપ્રમાણ જ જીવનને પરિપૂર્ણ રૂપે વ્યક્ત કરે છે.
- વિનોબા ભાવે
સમગ્ર સૃષ્ટિના સર્વ સુખોનું સર્જન ઈશ્વરે જેને માટે કર્યું છે તે યુવાન છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સર્વ સુખોની પરવા કર્યા વિના તે વ્યસનો અને દુરાચારનો ગુલામ થઈ રહ્યો છે. નિર્વ્યસની અને સદાચારી યુવાનનો દરેક શબ્દ સિંહની ગર્જના સમાન હોય છે.
- સ્વામી વિવેકાનંદ
(ટીકાએ પાળેલાં કબૂતર જેવી છે. પાળેલાં કબૂતર પોતાના માલિકને ) ત્યાં જ પાછા ફરે છે.
- બાઝા
(૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org