________________
હસમુખા દાદા-દાદી કરતાં રૂપાળી ઘટના જગતમાં જડવી મુશ્કેલ છે.
ડાહ્યા માણસો આંખોને સાથે લઈને ફરે છે. મૂર્ખાઓ આંખો હોય તો પણ અંધારામાં અટવાયા કરે છે.
જોખમ ગણતરીપૂર્વક લેવું. ગણતરીપૂર્વકના જોખમમાં અને ધસી જવામાં ઘણો તફાવત છે.
પચાસ પછી જે માણસ ધીરે ધીરે વળગણમુક્ત ન થઈ શકે તે દુઃખી થવાનો જ.
દૂર દૂર જે કંઈ ઝાંખું દેખાતું હોય તે જોવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય નથી. આપણું કર્તવ્ય તો નજીકમાં આવી પડેલ બાબતને સ્પષ્ટતાથી જોવાનું છે.
સત્યનો ભંગ અસત્ય બોલવાથી જ થાય એવું નથી, મૌન રહેવાથી પણ એનું એટલું જ ઉલ્લંઘન થાય છે.
જીવનમાં કયો ભાગ ભજવવાનો છે તે આપણે પસંદ કરવાનું હોતું નથી. આપણો ભાગ આપણે બરાબર ભજવીએ એટલી જ આપણે માથે ફરજ છે.
હાસ્ય એ અંતરની પ્રેમપૂર્વકની અભિવ્યક્તિ છે.
પૈસા મેળવવાનો એકમાત્ર લાભ એ છે કે તે વાપરી શકાય.
(૧૦૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org