________________
વ્યક્તિ જ્યારે પોતાને પૂર્ણ રીતે સમજે છે ત્યારે સંઘર્ષનો અંત આવે છે.
પૂરી સચ્ચાઈથી કોઈની ટીકા ન કરનાર માણસની પ્રશંસાથી ચેતતા રહેવું જોઈએ.
આ દુનિયામાં મનગમતી મૈત્રીથી વધારે સુંદર ચીજ જડવી મુશ્કેલ છે.
કોઈના સાચા વખાણ કરવામાં કે કોઈની પ્રમાણિકપણે આલોચના કરવામાં માણસ દિલચોરી કરે તે માણસ કશુંક ચૂકી જાય છે.
ટીકા એ ભયંકર ચિનગારી છે જે મગરૂરીના દારૂગોળામાં પડતાં જ ભયંકર ધડાકો થાય છે.
સંત પણ અસંતથી દૂર ન રહે તો કાળક્રમે અસંત બની જાય છે.
માણસને એક એવી મૈત્રીની જરૂર રહે છે જેમાં લાખ રૂપિયાનો હિસાબ માંડી વાળવાનો વૈભવ હોય અને કોડીની બક્ષિસ પણ લાખેણી લાગે.
સાધુની પધરામણી વખતે અમથાં ઝૂકી પડતાં અને દેખાદેખી ચરણ સ્પર્શ કરનારા અનુયાયીઓ તેની સાધુતાની હત્યા જ કરતા હોય છે.
સંબંધ સત્વગુણી બને ત્યારે માણસ ઝરણાનું સંગીત પામે છે. સંબંધ ગુણાતીત બને ત્યારે સાધુ મહાસાગરનું મોતી પામે છે.
સુખનો પ્રદેશ ઘણીવાર દુઃખની નદીના સામા કાંઠા પર જ હોય છે.
Jain Education International
૧૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org