________________
( મને ચિંતા એ વાતની નથી, ઈશ્વર તો આપણી સાથે જ છે. ચિંતા એ વાતની છે કે આપણે ઈશ્વરની સાથે ક્યારે થઈશું?
( માણસ પોતાની જાતને સુધારવાની કોશિશ ભાગ્યે જ કરે છે. એ એમ જ માને છે કે આજુબાજુનાં બધાએ સુધરી જવું જોઈએ.
નમાજ.. બંદગી એ શું છે, કોઈનું થોડું પણ સારું કામ કરીએ, કોઈ દુઃખીના બે આંસુ લૂછીએ એના જેવી નમાજ.. બંદગી કઈ?
કોઈ ભૂલ એવી નથી કે જે માફ ન કરી શકાય પણ ભૂલને સંતાડવા માટે આપણે જે હરકતો કરીએ છીએ તે માફ કરી શકાય નહીં.
યુવાન માણસ પોતાની મૂર્ખાઈ અને અણઆવડતને લીધે યુવાનીનો ખરો લાભ ઉઠાવી શકતો નથી અને જ્યારે તે કંઈક સમજે છે ત્યારે યુવાની વીતી ગઈ હોય છે.
એવા પણ માણસો છે કે બીજાના અનુભવોમાંથી તો ઠીક, પોતાના અનુભવોમાંથી પણ કંઈ શીખતા નથી.
ધ્યેય વગરનો માણસ અટવાયછે, અથડાય છે, કુટાય છે પણ ક્યાંય પહોંચતો નથી.
જેણે પ્રારંભનાં પચાસ વર્ષ વેડફી ના માર્યા હોય એવી વ્યક્તિ જ પાછલી ઉંમરને ઉમંગ, અસંગ અને સત્સંગ વડે શણગારી શકે.
તમે ઓછી વાત કરશો તો તમને વધુ સાંભળવામાં આવશે.
(૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org