________________
હાસ્યની સુંદર પૃષ્ઠભૂમિ પર જુવાનીનાં પુષ્પો ખીલે છે. જુવાનીને તાજી રાખવા માટે હંમેશા હસતા રહો. - બર્નાડ શો
સંપત્તિ એક એવા પ્રકારનો અગ્નિ છે જે વ્યય થતો હોય તો બાળે અને સંઘરી રાખો તો ય બાળે, એટલે જ સંતોષને સંતોએ સાચી સંપત્તિ માની છે. જેઓની પાસે સંતોષની સમૃદ્ધિ છે એને ધન આવે તોય શું અને ન આવે તોય શું? ધન્ય છે એ સંતોષી જીવોને.
- વિષ્ણુ પુરાણ
વિશ્વાસઘાતી અને ધોખાબાજ મિત્ર ઉપર ક્યારેય ભરોસો મુકવો નહિ કારણ કે આવો મિત્ર જ્યારે પણ તમારાથી રિસાઈ જશે ત્યારે બધા જ ભેદ ખોલી નાંખશે.
- ચાણક્ય
મેં મારી ઈચ્છાઓ પર દમન કરીને સુખ મેળવવાનું શીખી લીધું છે તેની પૂર્તિ દ્વારા નહીં.
- ટુઅર્ટ મિલ
જે માણસ સિપાઈગીરી નથી જાણતો તે સેનાપતિ નથી થઈ શકતો. જે માણસ અધ્ધર ચડે છે તેને તો પડવાનો પણ ભય છે પણ જે જમીન ઉપર ચાલે છે તેને ભય નથી. પણ પગથિયે-પગથિયે ચાલનાર માટે મોટો અવકાશ છે. - સરદાર પટેલ
અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે. પરંતુ ખરેખર સુખ તો બીજાને સેવા કરવામાં જ છે.
- હેનરી ડ્રમંડ
(પૈસા બને એટલા કમાઓ, બને એટલા સંઘરો અને બને તેટલા આપો.
(૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org