________________
કેિળવણીનું કામ સહજવૃત્તિઓને કેળવવાનું છે, દબાવવાનું નહીં.
- બટરસેલ
શ્રદ્ધા વિકસાવો, નમ્રતા ધારણ કરો, નિયમિત પ્રાર્થના કરો અને તેની ઈચ્છાની બિનશરતી તાબેદારી સ્વીકારો.
- સ્વામી શિવાનંદ સરસ્વતી
( અન્યાયની સામે કંઈ જ ન બોલવું એ નામદઈની નિશાની છે.
- ગાંધીજી
( વિપદા જેવી કોઈ મહાશાળા નથી આ પૃથ્વી પર.
- પ્રેમચંદ
મેં જીવનને ખૂબ ચાહ્યું છે. શા માટે મૃત્યુને તેથી અધિક ન ચાહું?
- રવીન્દ્રનાથ ટાગોર
વિદ્યાઓ તીવ્ર ઈચ્છાથી, સાધનાથી, કષ્ટથી અને દેવકૃપાથી સિદ્ધ
કરી શકાય છે. પરમ વિદ્યાઓ એને જ વરે છે જેનું હૃદય નિર્મળ, | મન નિશ્ચલ અને વૃત્તિ ઉજ્જવળ હોય છે.
- ગરૂડ પુરાણ
ઉત્તમ ધનુર્ધર એને કહેવાય જેના બાહુઓમાં, ધનુષ્યમાં, તીરમાં અનેદ્રષ્ટિમાં એકમાત્ર નિશાન કે લક્ષ્યનીજ તરસ હોય.લક્ષ્ય કેન્દ્રી વ્યક્તિ જ ઉત્તમ ધનુર્ધર અને પારંગતયોદ્ધો બની શકે. આજનિયમો જીવનની સફળતાનું રહસ્ય છે.
- અગ્નિ પુરાણ
(૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org