________________
તમે કોઈ જ નિશાન નહિ રાખો તો તમે કશું જ પ્રાપ્ત નહિ કરી શકો.
સામાન્ય અભિપ્રાયો ઘણીવાર સામાન્ય સમજથી વિરૂદ્ધ જતાં હોય છે કારણ કે ઘણાખરા લોકોની બુદ્ધિ તેમના પૂર્વગ્રહોનો સામનો કરી શકે એવી સભર હોતી નથી.
ઉંમરની ગણતરી વર્ષોથી નહિ, તમે જીવનમાં કેટલો આનંદ લૂંટ્યો છે. એનાથી કરો.
જે લોકો હસીખુશી અને આનંદ કરી શકતા નથી તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
હું જ્યારે કોઈ યુવાનની ભારે બુદ્ધિપ્રતિભાનાં વખાણ સાંભળું છું ત્યારે પહેલાં પ્રશ્ન એ પૂછું છું એ કંઈ કામ કરે છે?
હું સ્વચ્છ હાસ્ય ટુચકાને બાઈબલના દસ હુકમો જેટલા સન્માનની નજરે જોઉં છું.
(સામાન્ય સ્ત્રીઓ અને પુરૂષોના જીવનમાં એકાએક ક્રોધ ભભૂકવાથી ) જે હોનારત સર્જાય છે એવી હોનારત બીજી કોઈ વસ્તુથી સર્જાતી નથી.
ટેવની સાંકળ હૃદયની આસપાસ સાપની માફક ભરડો લે છે ને પછી એને ગૂંગળાવી નાંખે છે.
આંકડા... આંકડા વડે તમે ગમે તે વસ્તુ સાબિત કરી શકો માત્ર ) સત્ય સિવાય.
(૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org