________________
સમકિત વિષય-કષાયને ભૂંડા મનાવે છે. સંસારનું વૃક્ષ એ કષાયો દ્વારા ફલેફૂલે છે.
દુનિયામાં પુણ્ય જોઈને મન અસ્થિર બને છે તેની આગળ પરમાત્માનું પુણ્ય વિચારો તો પછી દુનિયામાં પુણ્ય ફિક્કા લાગશે.
માણસને કાયાથી પાપ થોડાં, મનથી પાપ પાર વિનાના. મનથી અઢળક ધર્મ થઈ શકે, પરંતુ એ બુદ્ધને ન આવડે..
જગતની સમૃદ્ધિજીવને પોતાનું કર્તવ્યભૂલાવે છે. પરલોકનો વિચાર | ભૂલાવે છે અને ભગવાનને પણ ભૂલાવે છે માટે એ નગુણી છે.
તમારી નિરાશાનું કારણ એ જ છે કે તમે તમારા સુખને માટે જ જીવવા માંગો છો.
પ્રશંસા દરેકને ગમે જ છે પણ દરેક ખુશામતના ભયજનક આક્રમણ સામે સાવધ રહેવું જોઈએ.
કોઈના પર ખૂબ ગુસ્સો આવે ત્યારે જરા થોભો. મનમાં એકથી દસ સુધી ગણી જાઓ.
પ્રત્યેક નવા દિવસને પ્રભુનો આશીર્વાદ માનો. આ શ્રદ્ધા ટકી રહે તો ગમે તેવી વિષમતામાંય ચમત્કાર બન્યા વિના નહીં રહે.
--
બારી ઊઘાડી રાખશો. જીવનનાં ઉઘાડ ભીતરમાં પ્રવેશવા ઉત્સુક છે. )
(૧૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org