________________
તમારામાં રહેલી દિવ્યતાનો આવિષ્કાર કરો. બધું સંવાદમય થઈ જશે.
માણસને સો વર્ષ આનંદપૂર્વક જીવવાનો અધિકાર છે પણ જીવવાની કળા પામ્યા વગર લાંબું જીવવું એ અભિશાપ ગણાય.
(સુખનું કેન્દ્ર નજીકના માણસો છે. દુઃખનું કેન્દ્ર પણ નજીકના માણસો છે. તેમને નહી જીતી શકો તો એના જેવી બીજી કોઈ નિષ્ફળતા નથી.
જ્યાં લક્ષ્ય પુરૂષાર્થ હોય છે ત્યાં કોઈપણ કાર્ય અસંભવ હોતું નથી.
અંતરાત્મભાવમાં રમનારો જાતે તો તરે છે અને બીજાને પણ તારે છે.
દુર્જન સામે દુર્જન ન થવાય - આ હિસાબ છે અંતરાત્મરૂપવાળો.
એક જ વિષય એકવખત રાગ કરાવે છે અને સમય જતાં એ જ વિષય એના ઉપર દ્વેષ કરાવે છે.
(જેટલું સુખ ભોગવો તેટલી પુણ્યની મૂડી સાફ, જેટલું કષ્ટ ભોગવો તેટલાં પાપના કચરા સાફ
ઝેર જેમ ચેતન રહિત કરે છે તેમ જગતનાં પદાર્થો દિલમાં પેસી આત્માની જે શુદ્ધ ચેતના છે એને નષ્ટ કરે છે.
સંસારના મહાસુખોની તરફ મહાનફરત લાવવી પડે ત્યારે ) અપૂર્વકરણ આવે.
(૧૦૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org