________________
તમે ગમે તેટલાં અધ્યાત્મી હો પણ દુન્યવી વાતોમાં જો લપસ્યા તો અધ્યાત્મભાવ નષ્ટ થાય છે.
જેમ જેમ અંતરાત્મભાવની અંદર સ્થિર થઈએ તેમ તેમ પરમાત્મભાવની નિકટ થવાય.
હું પદના હિમગિરિને ઓગાળી શકીએ તો સુખનો રસ્તો સાવ સમીપ જ છે.
માણસ દુઃખી થવા માટે કોઈની મદદ લેતો નથી, કારણ કે પોતાની જાતને દુઃખી કરવાની એની તાકાત ઓછી નથી.
જપ, સ્તોત્ર અને સ્વાધ્યાય આ ત્રણ બહિરાત્મભાવ છોડવા માટે અને અંતરાત્મભાવ જગાવવા માટેનાં સાધન છે.
રાગદ્વેષ વધે એ સંકલેશ છે અને વૈરાગ્ય વધે એ વિશુદ્ધિ છે.
કર્મસત્તાએ જીવને પાંચ ઈન્દ્રિયો રૂપી ચપ્પણીયા પકડાવી દીધા છે અને જીવરૂપી ભિખારી એ ચપ્પણીયામાં ઈન્દ્રિયોનાં વિષયની ભીખ માંગે છે.
એક કાચી સેકંડમાં કર્મસત્તા બધુ ફ૨૨... ફુ.. કરી નાંખે છે.
જેને પૈસા બહુ ગમે છે તેને દાન ગમતું નથી. દાન તેને જ ગમે છે જેને પૈસો બહુ ગમતો નથી.
Jain Education International
૧૬૯
For Personal & Private Use Only
www.jainelibrary.org