________________
આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે. રોજ નહિ તો ક્યારેક મનુષ્યએ ઊંચા આકાશની ગહેરાઈમાં ડૂબકી લગાવવી જોઈએ.
- ખલિલ જિબ્રાન
સ્વધર્મ માતા જેવો જન્મપ્રાપ્ત છે. જેવી રીતે માતાની પસંદગી કરવાની હોતી નથી તેમ સ્વધર્મની પસંદગી પણ કરી શકાતી નથી.
- પાડુંરંગ આઠવલેજી.
સુખ અને દુઃખ બંને અસ્થિર સ્વભાવનાં છે પણ તેમાં દુઃખનું આયુષ્ય સુખ કરતાં ટૂંકું છે માટે દુખ પડે ત્યારે ગભરાઈ જવાની જરૂર નથી.
- જુબર્ટ
હે પરમાત્મા! મને એવી આંખ આપ કે જે સંસારના સઘળાં પદાર્થોને પ્રેમની દ્રષ્ટિથી જુએ.
- વેદ
અહિંસા એટલે જીવમાત્ર પ્રત્યે પૂર્ણ પ્રેમ.
- ગાંધીજી
(કસોટી હીરાની થાય છે, કોલસાની થતી નથી.
જીવનનું રસાયણ હંમેશા સુખકર હોતું નથી કારણ કે સુખ એ જીવનનું લક્ષ્ય નથી. સર્વરસનું સમતાપૂર્ણ અનુભવ જગત એ જ તો આત્માની માનવીય અનુભૂતિ છે.
(જેવું ચિંતવશો તેવા જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું જ ફળ છે. તમારા વિચારો એ જ તમારું પ્રારબ્ધ છે.
- સ્વામી રામતીર્થ
(૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org