________________
બીજાઓ સાથે ધીરજ રાખો પણ પોતાની જાત પરત્વે અધીરાબનો.
- સ્વામી શિવાનંદ સરસ્વતી
હરિદ્ધિ-સિદ્ધિના સ્વામી, દેવોમાં બહુશ્રુત વિદ્વાન, ત્રિલોકમાં વિવેક શિરોમણી, વિઘ્નહર્તા, સર્વોત્તમ માતૃ-પિતૃ ભક્ત અને સદાય પ્રસન્નકર ગણેશ, તમે સર્વ રીતે અમારું કલ્યાણ કરો.
નમ્રતા સાથે મૈત્રી બાંધો, પછી જગતના લોકો તમારા મિત્ર બનશે.
- સ્વામી શિવાનંદ સરસ્વતી
જીવન એક રણક્ષેત્ર છે. પ્રશ્નો અને સમસ્યાનો વંટોળ છે, સંઘર્ષોની હારમાળા છે જે કોઈ તેની સામે માનસિક સ્વસ્થતાથી ઊભો રહે છે, અભય થઈને સામનો કરે છે, અપમાન કે પ્રતિષ્ઠાની બીકે સંજોગોથી નાસી જતો નથી, તે હંમેશા જીતે છે.
- સ્વામી શિવાનંદ સરસ્વતી
કાર્ય પહેલાં ડાહ્યાં થવું તે ડહાપણ છે, કાર્ય દરમ્યાન ડાહ્યા થવું તે સાવચેતી છે, કાર્ય પત્યા પછી ડાહ્યા થવું તે મૂર્ખાઈ છે.
- અનુશ્રુતિ
કોઈપણ અપમાન આપણાં સ્થાનેથી આપણને નીચે ઉતારી શકતું નથી. આપણને નીચો ઉતારનાર કોઈપણ હોય તો તે આપણો સ્વભાવ છે.
દ્રઢતાથી એકની એક વાતને એકાગ્રતાપૂર્વક વળગી રહેવાથી જ હંમેશાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
(૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org