________________
દુઃખ વધ્યું નથી, સહન શક્તિ ઘટી છે.. એટલે દુઃખ વધુ લાગે.
ઘરમાં દીવાલ ભલે હોય, ઘરમાં રહેનારના દિલ વચ્ચે દીવાલ ન ચણાય તેની કાળજી રાખવી.
જગતનાં હિત કે નુકશાન કરનાર મુખ્ય વસ્તુ ‘અભિપ્રાય’ છે. વસ્તુઓ વિશેના આપણાં ખોટા અભિપ્રાયો જ આપણી બરબાદી કરે છે. માર્કસ એન્ટોનિયસ
હે લક્ષ્મણ, જેમ શરદ ઋતુમાં કોઈક જ જગ્યાએ વરસાદ પડે છે તેમ મારી ભક્તિ કોઈક જ પામે છે. ભક્તિ વિરલ સુયોગ છે. - રામચરિત માનસ
·
નિરંતર વહેતા રહેતા ઝરણાંને જોઈને સતત આનંદના અનુભવ કરતા પંખીઓનું જીવન મનુષ્યથી વધુ ધન્ય છે. જે મજા ઝરણાંમાં છે તે નદી કે સમુદ્રમાં નથી આ રહસ્ય પ્રકૃતિએ કેવી ખૂબીથી છુપાવ્યું છે.
- ખલિલ જિબ્રાન
દુર્ભાગ્ય છે એ માણસનું જેને દીર્ઘદૃષ્ટિ અને કરકસરનું ભાન નથી.
શ્રદ્ધા પ્રાર્થના પ્રેરે છે. પ્રાર્થના હૃદય વિશુદ્ધ કરે છે, પવિત્ર હૃદયમાં પરમતત્ત્વનો અજવાસ પ્રસરે છે અને એમ જીંદગી પ્રસન્નતાથી છલકી ઉઠે છે. - અનુશ્રુતિ
ધર્મજ્ઞાનની પ્રાપ્તિ બહારની દુનિયાને જાણવાથી થતી નથી, પણ અંદરની દુનિયાને જાણવાથી થાય છે.
સ્વામી વિવેકાનંદ
Jain Education International
૧૬૧
-
For Personal & Private Use Only
www.jainelibrary.org