________________
ત્યાગ મનુષ્યનો સર્વોત્તમ ગુણ છે, ઉદારતા વ્યક્તિનો ઉત્તમ ગુણ છે.
આશાવાદી બનો, નિરાશાવાદી વિચારધારા વ્યક્તિત્વને સંધે છે.
તમારે પચાસ મિત્રો છે, એ પૂરતું ન કહેવાય. તમારે એક દુશ્મન છે - એ વધારે પડતું કહેવાય.
નસીબનું ચક્ર ગોળ ફર્યા કરે છે એટલે “આજે હું સૌથી ઉપર જ હોઈશ” એવું કોણ કહી શકે?
- કોન્ફયુશિયસ
સાચું શું છે એ જોવું અને પછી તે આચરવું નહિ એનું નામ જ કાયરતા.
સાનુકૂળ સંયોગોના ધક્કાથી જ આગળ વધે છે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પીછેહઠ કર્યા વગર રહેતો નથી.
કોઈપણ અપમાન આપણાં સ્થાનેથી આપણને નીચે ઉતારી શકતું નથી. આપણને નીચે ઉતારનાર જો કોઈપણ હોય તો તે આપણો પોતાનો સ્વભાવ છે.
પ્રારબ્ધના વેગે યા તો કોઈ પુરૂષાર્થના વેગે સાધનો ખૂબ વધે, પણ જો અંતરની સાધના નહિ વધે તો શાંતિ નહિ મળે.
(વિશ્વમાં એક જ જાતિ છે - માનવતા, એક જ ધર્મ છે - પ્રેમધર્મ
સફળતા શાશ્વત હોતી નથી, નિષ્ફળતાનું પણ એવું જ છે.
૧૬૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org