________________
જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો છે તેને મેળવતા આવડવું જોઈએ.
- ચાંપશી ઉદેશી
તમે હંમેશા જે નવું છે તેને જૂની પરિભાષામાં ઉતારવાનો પ્રયત્ન કરો છો અને તેથી તમે નિરંતર સંઘર્ષમાં રહો છો.
તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો આપવો અને આંધળાને રસ્તો બતાવવો એ દાનના ઉત્કૃષ્ટ પ્રકાર છે. - બાઈબલ
જે સમસ્યાઓની સામે હારતો નથી તે યુવાન છે. જે ભૂતકાળની સ્મૃતિઓમાં વહે છે અને ભાવિના સ્વપ્રમાં ક્ષીણ થાય તે વૃદ્ધ છે.
કમ ખાઓ અને શરીર નીરોગી રાખો, ગમ ખાઓ અને મન નિરોગી રાખો.
( શ્રેય જેટલું મહાન, તેટલો જ તેનો માર્ગ લાંબો અને વિકટ.
- સાને ગુરુજી
ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
- ભર્તુહરિ
દરેક દુઃખ જાગ્રત અને જીવંત માણસને સુખનો નવો જ આસ્વાદ માણવાની શક્તિ આપે છે.
કેળવાયેલી માતા સો શિક્ષકની ગરજ સારે છે.
(૧૫૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org