________________
હીરાને ઘસીએ નહિ ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહિ તેમ કસોટીઓ | અને મુશ્કેલીઓમાંથી પસાર થયા વિના માણસ પૂર્ણ બનતો નથી.
- ચીની કહેવત
(કાયમી વિજય - જેમાં કોઈ જાતનું મનદુઃખ રહેતું નથી, એ વિજય આપણી જાત ઉપરનો હોય છે.
- નેપોલિયન
(કામગરા માણસને એક જ ભૂત પજવે છે, આળસુને હજાર ભૂતો પજવે છે.
- સ્પેનિશ કહેવત
મને મળતી દરેક વ્યક્તિ કોઈનેકોઈ બાબતમાં મારાથી ચડિયાતી છે એમાં મારે એની પાસેથી શીખવાનું છે.
(સમય અને ભરતી કોઈના માટે ટકતાં નથી.
હજારો માઈલની મુસાફરીનો આરંભ તમે જ્યાં ઊભા હો ત્યાંથી જ કરવાનો રહે છે.
પ્રસન્નતા બધા જ સદ્ગણોની માતા છે.
- ગટે
એકવાર જો તમે તમારી જાતને પૂર્ણ રીતે જોશો તો સંઘર્ષો દૂર થઈ જશે અને તદ્દન ભિન્ન ગુણવત્તાવાળી ઊર્જાનો આવિર્ભાવ થશે.
આપણે જેવા છીએ તેવા પોતાની જાતને જોતાં અટકીએ તે માટે ઘણા લોકો પોતાનાં મનને રોકાયેલું રાખવા માંગે છે.
(૧૫૧ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org