________________
આમ જુઓ તો સોયનાં નાકામાંથી ઊટને પસાર કરવા જેટલું કઠિન છે જીવન. ને આમ જુઓ તો એક કળીમાંથી ફૂલના ખીલવા જેવું સહજ છે. જીવન સોયના નાકામાંથી ઊંટને પસાર કરવા કરતાં ફૂલની જેમ સહજ રીતે સરળ રીતે ખીલતા રહીએ તો!
સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે છે. સુંદરતા અંતરમાં ન હોય તો સુંદરતા બહારથી નજરે જ ન ચડે. હૃદયમાં જે હોય તે જીવનમાં સામે મળે છે.
- સુંદરમ્
જેમના ચરિત્રનું માત્ર સ્મરણ કરવાથી જ ધેર્ય, વીરતા, પ્રસન્નતા, | શાંતિ અને કરૂણા જેવા અનેક ગુણોનો સાગર ઉમટી પડે છે તેવા મર્યાદાપુરુષોત્તમ શ્રીરામને હું વારંવાર વંદન કરું છું.
- સંત તુલસીદાસ
(સજ્જનો અને દુર્જનો વચ્ચેનો ભેદ સામાન્ય જ છે. દુર્જનો પોતાના વ્યક્તિત્વની સ્થાપના માટે પોતાના વિશે જ સતત બોલતા રહે છે, જ્યારે સજ્જનો એ જવાબદારી હંમેશા બીજા પર છોડે છે.
- તિરુવલ્લુવર
આકાશ આંખોનો રોજનો ખોરાક છે પણ દુઃખની વાત છે કે માણસ શરીરને સાર્વત્રિક રીતે પોષણ આપે છે પણ બિચારી આંખો તો તરસી જ રહે છે. આકાશદર્શન કદાચ દેવદર્શન કરતાં ય મહત્ત્વનું છે.
- આકાશ દર્શના
જે માણસને પોતાની જાતનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, તે બીજાને સાચી રીતે સમજી ન શકે.
- નોવાલિકા
૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org