________________
સૃષ્ટિ અનંત છે, વિરાટ છે, આંખો ઊંચી કરીએ તો આકાશમાં નક્ષત્રો ઝૂલી રહ્યા છે ને દૂર ક્ષિતિજો ઝુકી રહી છે, આસપાસમાં પ્રસન્ન વનસ્પતિ હોરી ઉઠી છે, સર્વ દિશાએથી વિરાટ હંમેશા વામન મનુષ્યને આધાર આપી આપીને આનંદ મગ્ન થવા કહે છે. વામન હેજ આંખ ઉંચી કરે તો વિરાટ અને કેટલું સુલભ થઈ જાય!
આ પવન અમને દિવ્ય ઔષધિઓની મહેક લાવી આપે અને આ સૂર્ય અમારું જીવન સંબંધોની ઉષ્માથી છલકાવી દે, આ ચંદ્ર અમારા મનનેય શીતળતા આપનારો બને અને આ આકાશ અમારા હૃદયને વધુને વધુ ઉદાર બનાવે, આ અગ્નિ અમારા અજ્ઞાનને બાળી નાંખે ને ભાવિ પર પ્રકાશ ફેંકે અને આ જળ અમારા અન્નકોશનું શાશ્વત આશ્વાસન બને એ જ અમારી નિત્ય પ્રાર્થના છે.
- અનુશ્રુતિ
વિકાસના, આનંદમાં કે જીવનના લક્ષ્ય તરફ છલાંગો ભરવાથી પહોંચી શકાતું નથી પરંતુ નિયત ધ્યેય તરફ નિત્ય નિયમિત એક તો એક કદમ પણ નિષ્ઠાપૂર્વક ભરવાથી એક દિવસ સોનેરી સૂર્ય ઊગે છે. આ જગતમાં છલાંગો કરતાં કદમ વધુ મહત્વના છે.
- અનુશ્રુતિ
સંઘર્ષ જીવનનો એક સંપૂર્ણ અનુભવ છે. સંઘર્ષ એટલે અથડામણ નહીં પણ સંઘર્ષએટલે મંથન. મંથનમાંથી ઝેર પણ મળે અને અમૃત પણ મળે. સજ્જનો સંઘર્ષમાંથી અમૃત તારવે છે, ને અમૃત મેળવવાનો એક માર્ગ મંથન છે. ખરા અર્થમાં સંઘર્ષ જ જીવનનું ચેતનવંતુ રસાયણ છે જે જીવનને જીવન બનાવે છે.
- અનુશ્રુતિ
(૧૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org