________________
સદ્ભાગ્ય સદાય પરિશ્રમની સાથે અને પાછળ જ હોય છે.
- ગોલ્ડ સ્મિથ
સૂર્ય ઉગે અને આથમે ત્યાં સુધીમાં આપણે આપણી જાતને એક | નાજુકપ્રશ્ન પૂછી જોવો જોઈએ. શું આજે ભરેલા અનેકડગલામાંથી એકાદ પગલુંય પરમાત્મા તરફ ભર્યું છે? - અનુશ્રુતિ
ગુલમહોર પાસેથી ઘણું શીખવાનું છે, ઉનાળામાં જો જો, જેમ તડકો વધુ પડશે એમ ગુલમ્હોર વધુને વધુ ખીલવા લાગશે. સંતો અને સજ્જનો પણ જેમ વધુને વધુ સંકટ આવે તેમ વધુને વધુ પ્રસન્ન રહે છે. ભારે આપત્તિમાં ય મુસ્કુરાતા રહેવું તેનું ગુલમ્હોર જાણીતું દૃષ્ટાંત છે.
- અનુશ્રુતિ
હજારો માઈલની લાંબી યાત્રાની શરૂઆત તો હંમેશા એક ટૂંકા કદમથી જ થાય છે. વિભુતાનો આરંભ લઘુતા હોઈ શકે.
- ચીની કથન
દરેક મિનિટે જાણવા જેવી, અત્યંત જરૂરી વાત એક જ છે કે હમણાં જ તમે જીવનની કિંમતી એવી ૬૦ સેકન્ડસ ગુમાવી કદાચ એ જો આનંદમાં પસાર કરી હોત તો
- ડેલ કાર્નેગી
જીવન ક્યાંથી આવે છે એની ચિંતા ઘણા કરે છે, જીવન કઈ તરફ જઈ રહ્યું છે એની ચિંતા ય ઘણાં લોકો કરે છે, પણ અત્યારે જીવન જે ક્યાંય બીજે નહીં પણ અહીંને અહીંજ આપણી આસપાસમાં છે એની ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે.
- અનુશ્રુતિ
(૧૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org