________________
જીવન એ કોઈ તળાવ જેવું બંધિયાર જળ નથી પણ એક ઉછળતાં કૂદતાં નાજુક ઝરણાં જેવું છે. જેમાં ઊંચેથી નીચે પછડાવા છતાંય આનંદપૂર્વકની ગતિ જાળવવાની છે. ને આખરે ગતિશીલ રહીને જીવંતને ચેતનવંતા બનાવવાનું છે. ઝરણું કેટલું સહજ રીતે ગતિ કરે છે! ઝરણાનો ગતિમાં ઘોઘાટ નહિ, સંગીત હોય છે.
- ખલિલ જિબ્રાન
જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ આ સર્વ માર્ગો આખરે મને પ્રાપ્ત કરવા માટે જ છે પરંતુ હે અર્જુન જેઓ આ બધામાં જ્ઞાન માર્ગે મને ઉપાસે છે તેઓ મને અધિક પ્રિય છે, કારણ કે જ્ઞાનના માર્ગે આત્માની ઉન્નતિ કરવી વધુ કઠિન છે. તર્કવિતર્કના અનેકવિષખંડ પસાર કરેલો જ્ઞાની જ પરમ આનંદ પામે છે.
- શ્રી કૃષ્ણ (ભગવત ગીતા).
ઈશ્વરની કૃપા હોય તો ઝેર પણ અમૃત થઈ જાય, દુશ્મન પ્રત્યે પણ મૈત્રી દાખવો, ગાયના પગ જેટલી જગ્યામાંથી સમુદ્ર મળી આવે અને અગ્નિ પણ શીતળતા આપે. - સંત તુલસીદાસ
સમય બરબાદ કરવો તે સૂક્ષ્મ અર્થમાં હતા પદ્ધતિની આત્મહત્યા છેને સમયનો પરિપૂર્ણ ઉપયોગ કરવો તે એક જ આયુષ્યમાં અનેક જિંદગી જીવવાની અદ્ભુત કળા છે. - અનુશ્રુતિ
એ બહુ મહત્ત્વનું નથી કે આપણે અત્યારે ક્યાં પહોંચ્યા છીએ, પરંતુ એ જ વધારે મહત્ત્વનું છે કે આપણે હવે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. સિદ્ધિના આનંદ કરતાં લક્ષ્યની સ્પષ્ટતા વધારે જરૂરી છે.
- ઓલિવર વેન્ડલ હોમ્સ
(૧૪૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org