________________
છે
જેમનામાં ધીરજ છે, એમનામાં બીજું કશુંક ઘટતું હશે તોય એમનું ગાડું ચાલશે પણ જેઓ પરિપૂર્ણ હશે ને ઉતાવળા હશે તેમણે પડવા આખડવાનું વધુ રહેશે. તેમાંય પરિપૂર્ણતા અને ધીરજ બંને ગુણો એકસાથે હોય તો જીવન કેટલું ધન્ય થઈ જાય.
- સ્વામી આનંદ
એ કદીયે ન ભૂલશો કે તમે એકલા નથી, પ્રભુ તમારી સાથે છે અને તમને મદદ કરી રહેલા છે. માર્ગ બતાવી રહેલા છે. એ એક એવો સાથી છે જે કદીય તમારો સાથ ત્યજતો નથી. એ એક એવો મિત્ર છે જેનો પ્રેમ આશ્વાસન આપે છે, બળ આપે છે, શ્રદ્ધા રાખો તમારે માટે તે બધું કરી દેશે.
- શ્રી માતાજી
જેમ ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી તેમ ક્રોધ અને મોહથી ડહોળાયેલાં જીવનમાં આપણે પરમાત્માને પામી શકતા નથી.
- મનુસ્મૃતિ વિવેચના
જ્ઞાન અને કર્મ જીવનની બે મહત્ત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે.
- જૈન દર્શન
આપણું જ્ઞાન અસંખ્ય, અપરિમેય માનવ ચિત્તના સંચિત્ત વિચાર અને અનુભવનો સરવાળો છે.
- એમર્સન
પ્રેમના બંધને બંધાઈને જ્યાં સુધી લોકો એક થયેલા હોય છે ત્યાં સુધી તો ગમે તેવા ઝેરને પણ તેઓ પચાવી જઈ શકે છે.
- રવીન્દ્રનાથ ટાગોર
(૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org