________________
જૂઠું બોલવું એ તલવારના ઘા જેવું છે. ઘા તો રુઝાઈ જાય છે પણ તેની નિશાની કાયમ માટે રહી જાય છે.
- શેખ શાદી
ચારિત્ર એક એવો હીરો છે જે દરેક પ્રકારના પત્થરને ઘસી શકે છે.
- બર્ટલ
કોઈપણ વસ્તુની સામે તમે તરત જ ઊભા રહો છો ત્યારે ભય હોતો નથી. જ્યારે વિચાર આવે છે ત્યારે જ ભય હોય છે.
આદર્શને પકડી રાખવાનો એકહજાર વખત પ્રયત્ન કરોને હજારવાર નિષ્ફળ જાઓ તો પણ ફરીથી પ્રયત્ન કરજો.
શાંતિનો મૂળ આધાર શક્તિ છે.
- મહાભારત
માનવીની અંદર રહેલા ક્રોધ અને ધિક્કારને ભેગા કરીએ તો ઘડીના છઠ્ઠા ભાગમાં દુનિયા નાશ પામે. એ ભેગા નથી થતાં તેથી જ દુન્યવી વ્યવહાર ચાલે છે.
- ધૂમકેતુ
આ અદ્ભુત પૃથ્વી જે આટલી ભરી ભરી છે, આટલી સમૃદ્ધિ અને સુંદર છે એ પૃથ્વી પર હું જીવવા ઈચ્છું છું.
- જે. કૃષ્ણમૂર્તિ
આનંદ” જે એક એવી વસ્તુ છે જે એના ઉપયોગથી વધે છે, બીજાને આપવાથી પણ વધે છે.
૧૫૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org