________________
શિક્ષણ પણ સાહિત્ય, કલા આદિ અનેક માધ્યમોની જેમ પરકાયા પ્રવેશની અધ્યાપકને મળેલી અણમોલ ભેટ છે. પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધીનું શિક્ષણનું માળખું અલગ અલગ એકમ તરીકે ન રહેતા, એક સજીવ દેહના એકબીજા સાથે સંલગ્ન એવા જુદા જુદા ચેતનાભર્યા અંગોરૂપ હોવું જોઈએ. - સ્નેહ રશ્મિ
જેનામાં માનવતા નથી તેનામાં જરા પણ ધાર્મિકતા નથી.
- અરબી કહેવત'
(કદરૂપા મન કરતાં કદરૂપો ચહેરો સારો.
- જેમ્સ એલન
કોઈપણ હાલતમાં પોતાની શક્તિ ઉપર અભિમાન ન કરવું જોઈએ કારણ કે બહુરૂપી આકાશ હરક્ષણે હજારો રંગ બદલે છે.
- હાફીઝ
કાંઈ પણ ન કરવું એ ખોટું કૃત્ય કરવાની શરૂઆત અથવા તો ઉમેદવારી છે.
- ડબલ્યુ. એફ. ફેફટસ
(સમાજની વ્યાખ્યા શી છે? સાચી સમજ ધરાવે તે સમાજ બાકીનું તો ટોળું.
- સોક્રેટીસ
(દયા કરવી એટલે ઊંચે જવું, પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું.
- સંત તુલસીદાસ
ધીરજ અને ખંત હોય તો બધી જ પ્રાર્થનાઓ સફળ નીવડે છે.
- ગાંધીજી
(૧૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org