________________
જીવનનો સામનો ધિક્કારપૂર્વક કરવો તે જિંદગી જીવવાની નબળામાં નબળી રીત છે. - થીયોડોર રૂઝવેલ્ટ
આવતા ભયને ઠેલ્યા કરવાથી આફત ટળતી નથી. ભયની સામે ઉભા રહેવા માટે અભય જોઈએ.
- સોક્રેટીસ
'નિરંતર આગળ વધવાની ટેવ અને અવિચળ શ્રદ્ધા સઘળી મુશ્કેલીઓને હંફાવી નાંખે છે.
- કૉલીઅર
જેઓ સુંદર વસ્તુઓમાંથી સુંદર અર્થ ખોળી કાઢે છે તે સંસ્કારી છે.
- ઓસ્કાર વાઈલ્ડ
પરસેવો પાડ્યા વિનાની પ્રાપ્તિ સુખ અને શાંતિની સમાપ્તિ કરે છે.
ગ્રેવિલ
કુદરતે બક્ષેલી જીવનની શાંતિમાં જે માનવી આનંદ માણી શકતો નથી અને આવી કુદરતી શાંતિને જે અશાંતિમાં ફેરવી નાંખે છે તેવો માનવી પોતાની જાતનો બહુ બુરો અંજામ લાવે છે.
- ગોથે.
જેઓ આફતથી દૂર ભાગે છે તેઓ બમણી આફત ભોગવે છે.
- પોર્ટ્સ
(નિશાન ચૂકી જવાય તો તે માફ કરી શકાય છે પરંતુ નીચું નિશાન માફ ન કરી શકાતું નથી. સિદ્ધિઓ અને મહત્વકાંક્ષાઓ હંમેશા ઉચ્ચ હોવી જોઈએ.
- અનુશ્રુતિ
(૧૪૩) For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org