________________
આરસપહાણના ટુકડાઓ માટે જેવી શિલ્પકલા છે તેવી જ માનવ આત્મા માટે કેળવણી છે.
- એડસિવા
મનની શાંતિનું મૂલ્ય સંપત્તિ અને સ્વાસ્થ કરતાં ઘણું વધારે છે.
- ડૉ. રાધાકૃષ્ણન
જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિટંબણા જ છે.
- પ્રેમચંદજી
જે માણસ જૂઠું બોલતા ડરે છે તે પછી બીજા કશાથી ડરતો નથી.
- ક્રાઉડ
દિવસની શરૂઆતમાં કરવા યોગ્ય સારામાં સારી પ્રાર્થના એ છે કે, આપણે એ દિવસ એકપણ ક્ષણ વ્યર્થ ગુમાવીએ નહીં.
- રસ્કિન
તું તારા બહારના દુશ્મનોને જીતવાને દિગ્વિજય કરવા નીકળ્યો છે પરંતુ પળભર થોભીને વિચાર, તારા અંદરના દુશ્મનોને જીતવા માટેનું યુદ્ધ તું ક્યારે આરંભીશ? પહેલાં સ્વમાં રહેલા દુર્ગુણો સામે વિજય મેળવ તો તું તારા સામ્રાજ્યનો અધિપતિ જ છે.
- પૃથ્વીચંદ્ર ચરિત્ર
હજારો ગુણ પ્રાપ્ત કરવા સહેલા છે પરંતુ એક દોષને દૂર કરવો મુશ્કેલ છે.
- બ્રુવાર
ચિંતા એ જીવનની શત્રુ છે.
- શેક્સપિચર
૧૪૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org