________________
આપણા નસીબને યોગ્ય આકાર આપવો, એ આપણી શક્તિની બહારની વાત નથી, માનવી ધારે તો બધું જ કરી શકે.
- જોન કેનેડી
કલાનું સૌથી મોટું કામ આપણી સામે સભ્ય માણસનું ચિત્ર રજૂ કરવાનું છે.
- રસ્કિન
જીવનનો અર્થ શોધવા નીકળેલા માણસને જો જીવનમાં રસ ન પડે તો એ શોધ અવળા માર્ગની છે અને જો જીવનદિન-બ-દિન વધુ ને વધુ રસિક લાગે તો એ શોધનો માર્ગ સાચો છે.
- સ્વામી વિવેકાનંદ
જે મને અપૂર્વ સુંદર વિચાર સંભળાવે છે તે મને સુંદર ઉપહાર આપે છે.
- બૂવી
શક્તિ બહારના કાર્યનો પ્રારંભ જ ન કરવો એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને જે કાર્યનો પ્રારંભ કર્યો તેને પુરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે.
- પ્રાચીન સુભાષિત
પાપનો પ્રારંભ ભલે પ્રાતઃકાલની જેમ ચમકતો હોય પરંતુ તેનો અંત તો રાત્રિની જેમ અંધકારમય જ હોય છે.
- સ્પેનિશ કહેવત
સત્યની ઉપાસના કરવી, કલ્યાણ તરફ ગતિ કરવી અને જીવનને પરિપૂર્ણ સુંદરતમ્ જાણવું તે ભારતીય પ્રણાલિકા છે.
- સ્વામી વિવેકાનંદ
(૧૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org