________________
આકાશમાં ગતિ કરી રહેલા પક્ષીઓ તમે જુઓ ને જીવનને પણ એમ જ પ્રશાંત ગતિએ જીવતા શીખો, તો જગત થોડું વધુ સુંદર અને વધુ રસિક લાગશે. - લાઓત્સે
પૃથ્વી ઉપર ખીલેલા અનેક સુગંધી ફૂલો કરતાં ય વતનની માટીની મહેંક મને વધુ પ્રિય લાગે છે. - વીર સાવરકર
નમ્રતા તમામ સદ્ગુણોનો સુંદર પાયો છે.
- કોન્ફ્યુશિયસ
પ્રભુને જે ગમે છે તેમ થાય છે. વળી તે આપણાં પૂર્વ કર્મોને કારણે જ થાય છે. એટલે તેમાં હરખ કે શોક કરવાનો કોઈ અર્થ નથી.
નરસિંહ મહેતા
પૂર્ણતા એક આદર્શ છે, વાસ્તવિકતા નથી, પરંતુ પૂર્ણતા તરફ નિરંતર ગતિ કરવી તે સર્વોચ્ચ માનવધર્મ છે.
-
રામકૃષ્ણ પરમહંસ
પવિત્ર હૃદયમાંથી નીકળેલી પ્રાર્થના ક્યારેય નકામી જતી નથી. હૃદયની સાચી પ્રાર્થનાથી આપણને સાચા કર્તવ્યનો ખ્યાલ આવે છે. છેવટે તો કર્તવ્ય કરવું એ જ પ્રાર્થના બની જાય છે.
મહાત્મા ગાંધીજી
જે ધર્મ વિધવાનાં આંસુ લુછી ન શકે કે અનાથના મુખમાં રોટલીનો ટુકડો મુકી ન શકે એવા ધર્મમાં મને શ્રદ્ધા નથી.
- સ્વામી વિવેકાનંદ
Jain Education International
૧૩૬
For Personal & Private Use Only
www.jainelibrary.org