________________
વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.
- મોત્તેજ
ચારિત્ર્ય એટલે સારી ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ.
- ટાગોર
હિંમત અંતરમાંથી ઊભી થતી વસ્તુ છે, સંખ્યામાંથી નહિ.
- ડ્રાયડના
પુષ્પોની અંદર સુંદરતા અને મધુરતા મુકવાના કાર્યમાં પરમાત્માએટલો તો લીન બની ગયા કે ફૂલોમાં વાચા મુકવાનું જ તેઓ વિસરી ગયા.
- એચ. બીયર
પરસેવાની કમાણી સર્વશ્રેષ્ઠ ધન છે. પરંતુ વિદ્યા તેથી ય શ્રેષ્ઠ ધન છે. જો તેને બીજાને સોપતાં આનંદ થાય તો.
- ભર્તુહરિ
ભૂતકાળના પર્ણો જેના પરથી ખરતા નથી તેવા વૃક્ષને પ્રસન્ન ભવિષ્ય | સરીખી વસંત બેસતી નથી. - ટી. ટી. એહબપિલિડ
વિજય પતાકા લહેરાવતી કીર્તિ જ્યારે આવે છે, ત્યારે એ જેના પર કૃપા વરસાવે છે તેનામાંથી સહિષ્ણુતા હણી લે છે.
- થિયોડોર વુલ્ફ
શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીવતો જોઈએ. - મહાવીર સ્વામી
(૧૩૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org