________________
( જે પોતાની ભૂલ જોઈ શકતો નથી તે મૂર્ખ છે, અને જે પોતાની ભૂલ | જોવા છતાં એને સુધારવા મથતો નથી એ મહામૂર્ખ છે. સફળતાની | એક શરત એ છે કે તમે તમારી ભૂલને જુઓ અને ભૂલને સુધારવા સતત પ્રયત્ન કરો.
- સ્વેટ માર્ડના
તમારું જીવન તમને આપવામાં આવ્યું છે તે પ્રભુનું કાર્ય કરવા માટે અને પ્રભુના અવિર્ભાવમાં સહાયભૂત થવા માટે આપવામાં આવ્યું છે એ ભાવે એને જુઓ અને સમજો.
- શ્રી અરવિંદ
આનંદ શાશ્વત છે તે ક્યારેય મરતો નથી. શોક ભ્રામક છે તે ક્યારેય ટકી શકતો નથી.
- શ્રી અરવિંદ
ગમે તેવો નાનામાં નાનો પણ સુંદર વિચાર જેવો જીવનમાં ઉતરે કે તરત જ જીવનનું રહસ્ય બનાવવાનું સામર્થ્ય એનામાં આવે છે. ભક્તજનો એને ઈશ્વરીકૃપા કહે, કવિઓ કાન્તદર્શન ગણે, જ્ઞાનીઓ | તિમિરછેદન માને. આગળ વધવાની લેશ પણ ઈચ્છા કરનારને,
સહાયરૂપ થવાનું, સ્વયં નિર્મિત અદ્રશ્ય પણ અદ્ભૂત સત્વ, વિશ્વક્રમમાં નિત્ય હાજર હોય છે. એ જ વેદનુંઋત છે. એ પુરાણનું અવતરણ છે. એ ઈતિહાસનું તત્ત્વજ્ઞાન છે. એને જ જીવનમાં ફુરણા કહે છે.
- ધૂમકેતુ
૧૧૩)
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org