________________
જે મહેનતથી આપણને આનંદ મળે છે, તે વ્યાધિના ઔષધરૂપ થઈ પડે છે. વેદનાનું નિવારણ કરનાર થઈ પડે છે.
- શેક્સપિયર
શબ્દો પાંદડા જેવા છે. જ્યાં તે વધારે હોય છે ત્યાં તેની નીચેનો ફળરૂપ અર્થ ભાગ્યે જ માલૂમ પડી આવે છે.
- ના. પોપ
વિભવ અને એશ-આરામના ઢગલા કરો, પરંતુ તંદુરસ્તી તે કરતાં ચઢી જાય છે.
- જુલિયા વોર્ડ હો.
ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં એ જોતો નથી પણ એ ચોખ્ખા છે કે નહિ એટલું જ જુએ છે.
- કોનેગી
માનવીઓને જુદી જુદી દિશામાં લઈ જનારાં અનેક પરિબળો હોય છે. એને લઈને આધુનિક સમાજમાં ભેદભાવ, સંઘર્ષ, વૈમનસ્ય, યુદ્ધ, સુદ્ધા વધતાં જાય છે પણ માનવીઓને એકતા તરફ લઈ જનાર બળ પણ આધુનિક યુગમાં છે. વૈજ્ઞાનિક, મનોવૃત્તિ, ખુલ્લું મન, વિજ્ઞાનની સચ્ચાઈ, સત્યની બંધુતા આપણા યુગનું એ એક ઉત્કૃષ્ટ મૂલ્ય છે.
- ફાધર વાલેસ
સ્વધર્મ માતા જેવો જન્મ પ્રાપ્ત છે. જેવી રીતે માતાની પસંદગી કરવાની હોતી નથી તેમ સ્વધર્મની પસંદગી પણ કરી શકાતી નથી.
- પાંડુરંગ આઠવલેજી
૧૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org