________________
સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખૂંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહિ હોય તો હાથ લાગશે નહિ.
- ધૂમકેતુ
જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયો હોય છે તેને મેળવતાં આવડવો જોઈએ. બીજાને સુખી જોઈ સુખી થવું એના જેવું બીજું સુખ એકેય નથી. - ચાંપશી ઉદેશી
જે વ્યક્તિ બીજાના ગુપ્ત ભેદ તમારી સમક્ષ પ્રકટ કરે તેને તમારા ગુપ્ત ભેદોથી ક્યારેય માહિતગાર થવા દેશો નહી કેમ કે વ્યવહાર
એ અન્ય સાથે કરે છે તે તમારી સાથે પણ કરશે.
તમે કેટલીક વ્યક્તિઓને હંમેશા મૂર્ખ બનાવી શકો છો અને બધી વ્યક્તિઓને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકો છો પણ તમે બધાને બધો સમય માટે મૂર્ખ બનાવી શકતા નથી.
- લિંકન
હિત કરનારા શત્રુ પણ મિત્ર છે તથા અહિત કરનારા મિત્ર પણ શત્રુ હોય છે. આપણા શરીરમાં ઉત્પન્ન થતો રોગ પણ શત્રુ છે તથા જંગલમાં ઉત્પન્ન થતી ઔષધિ મિત્ર છે.
- વેદ વ્યાસ
આજે વાંચવાનું બધા જાણે છે, પણ શું વાંચવું જોઈએ એ કોઈ
જાણતું નથી.
Jain Education International
-
• હજરત અલી
૧૦૨
For Personal & Private Use Only
- બર્નાડ શો
www.jainelibrary.org