________________
| વિચાર્યા વિના વાંચવું એ પચાવ્યા વિના ખાધા જેવું છે.
- એડમંડ બર્ક
મૃત્યુથી ભય પામનારો મનુષ્ય જીવનથી પણ ભય પામતો હોય છે.
- ચાંપશી ઉદેશી
કલાકાર બનવા માટે પહેલી શરત માનવ માત્ર માટે પ્રેમ રાખવો એ છે - કલા માટેનો નહિ.
- ટોલ્સટોય
(બધી કલાઓમાં જીવન શ્રેષ્ઠ છે. હું તો માનું છું કે સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે.
- અજ્ઞાત
જગત આપણાથી જુદું નથી, આપણે જગતથી જુદા નથી. બધાના એકબીજાના કામની અસર એકબીજા પર પડે છે. અહીં વિચાર પણ કામ છે, અર્થાત્ એકપણ વિચાર વ્યર્થ નથી જતો. તેથી હંમેશા સારા વિચાર જ કરવા જોઈએ. - મહાત્મા ગાંધી
| તમારી ભીતિઓને એકલા-એકલા માણજો, પણ તમારી હિંમતની લ્હાણ કરતા રહેજો.
- રોબર્ટ લૂઈ સ્ટીવન્સ
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગતને જીતી શકો.
- ગુરૂનાનક
(મરી જાઓ પણ અન્યાય સામે ઝુકશો નહિ.
- સુભાષચંદ્ર બોઝ
(૧૦૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org