________________
દાન જેવી બીજી વિધિ નથી. લોભ જેવો બીજો શત્રુ નથી, શીલ જેવું ભૂષણ નથી અને સંતોષ સમાન બીજું કોઈ ધન નથી.
- પંચતંત્ર
જગતમાં તમારો કોઈ મિત્ર નથી કે શત્રુ નથી. તમારું વર્તન જ મિત્ર કે શત્રુ બનાવવા જવાબદાર છે.
- ચાણક્ય
હાસ્ય એક અદ્ભુત ઔષધ છે. એ પૌષ્ટિક છે અને એથી બધા પ્રકારનું બળ મળે છે.
- મહાત્મા વોલ્ટના
જો તમે આજને નષ્ટ કરશો તો સમય એકદિવસ તમને પણ નષ્ટ કરી દેશે.
- શેક્સપિયર
(ક્રોધ એક ક્ષણિક ગાંડપણ છે એને વશમાં રાખો નહિ તો તમને તે વશ કરી દેશે.
- હોટેસા
જેણે અભિમાન કર્યું તેનું પતન નિશ્ચિત માનવું.
- મહર્ષિ દયાનંદ
( આળસુ માણસ હંમેશાં દેવાદાર અને બીજાને માટે ભારરૂપ રહે છે.
- જનરલ ઓબ્રગોના
જીવનનો કોઈ સારા કાર્યમાં ઉપયોગ કરવો તેમાં જીવનની સાર્થકતા રહેલી છે.
- ટાગોર
(૧૦૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org