________________
શરાબની એક પ્યાલી માનવીને બુદ્ધિહીન બનાવે છે, બીજી પ્યાલી ગાંડો બનાવે છે અને ત્રીજી તેને ચેતનાશૂન્ય બનાવે છે.
- શેક્સપિયર
(કોઈ એવી ઘડિયાળ નહિ બનાવી શકે જે વીતેલા કલાકોને પુનઃ વગાડી શકે.
- ડિકન્સ
:
|
જ્યારે નિરાશાનો સમય આવે છે ત્યારે આપણી બુદ્ધિ અવળી બની જાય છે.
- ચાણક્ય
(દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. '
- ધૂમકેતુ
પોતાના સદ્ગુણો સિવાય બીજું કશું જ શાશ્વત નથી.
- વોલ્ટ વિટમેન
અપમાન જીરવવું મુશ્કેલ તો છે જ પણ માન જીરવવું એથી યે મુશ્કેલ છે.
- ચોપશી ઉદેશી
જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાંયે ચઢિયાતા છે.
- વાલ્મિકી
( ૯૦ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org