________________
મનુષ્ય સંજોગોનો દાસ નથી. સંજોગો માનવીનો દાસ છે.
- ડિઝરાયલી
માણસના જીવનમાં ત્રણ વસ્તુ મહત્ત્વની છે નિરામય આરોગ્ય, સુયોગ્ય જીવનસાથી અને આર્થિક ક્ષેત્રે સ્વતંત્રતા.
- ટોમ વોલ્ટર
અતિ સંયમ પણ એક પ્રકારનો અસંયમ છે.
- શરદબાબુ
મેં મારા જીવનમાં એ બહુ મોડું જાણ્યું કે હું નથી જાણતો એમ કહેવું એ કેટલું બધું સારું છે.
- સમરસેટ મોમ
જેમ અન્યના અધિકારની પ્રતિષ્ઠા કરવી એ માનવીનું કર્તવ્ય છે એ પ્રકારે પોતાનું સ્વમાન જાળવી રાખવું એ પણ એનું કર્તવ્ય-ફરજ છે.
- સ્પેન્સર
માનવી પોતાના મનમાં પોતાના વિશે જેવું વિચારે છે એવો જ બની જાય છે.
- સ્વેટ માર્ડના
જોયા વિના કદી કોઈ વસ્તુ આરોગશો નહિ અને વાંચ્યા વિના કોઈ લખાણ પર હસ્તાક્ષર કરશો નહિ.
- સ્પેનીશ કહેવત
(૮૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org