________________
( ૪૧ ) ૬. કલેશદષ–કોઈથી કંકાસ કરે તે “કલેશદોષ.”
૭. વિકથા દોષ–ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે “વિકથાદોષ.”
૮. હાસ્યદોષ–સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે “હાસ્યદોષ.”
૯. અશુદ્ધદોષ–સામાયિકમાં સૂત્રપાઠ ન્યુનાધિક અને અશુદ્ધ બોલે તે “અશુદ્ધદોષ.”
૧૦. ગુણમુદેષ-ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બેલે, જે પોતે પણ પુરું માંડ સમજી શકે તે મુમુણદોષ.
એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું.
૧. અયોગ્યઆસનદોષ–સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલો અગ્યઆસનદોષ.”
ર. ચલાસનદોષ–ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે “ચલાસનદેષ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org