________________
(૩૮) પરિણામ, “આય” એટલે તે સમભાવનાથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ, અને
ઈક” કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. આ અને એ બે પ્રકારનાં ધ્યાનને ત્યાગ કરીને, મન, વચન કાયાના પાપભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે.
મનના પુદ્ગલ દેરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન
આકાશપાતાલના ઘાટ ઘડયા કરે છે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઈત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીશ દોષ ઉપન્ન થાય છે. દશ મનના, દશ વચનના અને બાર કાયાના એમ બત્રીશ દોષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ કહું છું.
૧. અવિવેકદષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણુવાથી મનમાં એવો વિચાર કરે છે આથી શું ફળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org