________________
(૩૭) ૧૧. સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે, વા સમ્યજ્ઞાન પા, તે ચારિત્ર સર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે, એવી ચિંતવના તે અગિયારમી બેધદુર્લભભાવના.”
૧૨. ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બેધક એવા ગુરૂ અને એવું શ્રવણુ મળવું દુર્લભ છે, એમ ચિંતવવું તે બારમી “ધમ દુર્લભભાવના.”
આ બાર ભાવનાઓ માનપૂર્વક નિરંતર વિચારવાથી સંપુરૂષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
સામાયિકવિચાર. આત્મશક્તિને પ્રકાશ કરનાર,સમ્યજ્ઞાનદર્શનને ઉદય કરનાર, શુદ્ધ સમાધિભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગદ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+ આય+ઈક એ શબ્દોથી થાય છે; સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ
'
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org