________________
(૨૬૩) સાધન છે; અને એ ત્રણેનું બીજ મહાત્માને વિષે પરમ પ્રેમાર્પણ એ છે.
અધિક શું કહીએ? અનતંકાળે એ જ માર્ગ છે.
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. અને મહાત્માના જોગે તેના અલોકિક સ્વરૂપને ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુનાં નેત્રો મહાત્માને ઓળખી લે છે.
મહાત્મામાં જેને દઢ નિશ્ચય થાય છે, તેને મહાસક્તિ મટી પદાર્થને નિર્ણય હોય છે. તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિઃશંકતા આવે છે. જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે અને તેથી જ નિઃસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. " માત્ર તમ મુમુક્ષુઓને અર્થે ટૂંકામાં ટૂંકું આ લખ્યું છે, તેને પરસ્પર વિચાર કરી વિસ્તાર કરે અને તે સમજવું એમ અમે કહીએ છીએ.
અમે આમાં ઘણે ગૂઢ શાસ્ત્રાર્થ પણ પ્રતિપાદન
કર્યો
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org