________________
( ર૩૦) જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હેય છે, અને તે પરમસત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.
૭. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયેલ હોય તે સત્સગમાં સાંભળેલ શિક્ષાબંધ પરિણામ પામી, સહેજે જીવમાં ઉત્પન્ન થયેલ કદાગ્રહાદિ દોષો તે છૂટી જવા જોઈએ, કે જેથી સત્સંગનું અવર્ણવાદપણું બેલવાનો પ્રસંગ બીજા જીવોને આવે નહીં.
૮. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી રાખ્યું; પણ જીવે કરવું બાકી રાખ્યું છે. એ યોગાનુયોગ કોઈક જ વેળા ઉદયમાં આવે છે. તેવી વાંછાએ રહિત મહાત્માની ભક્તિ તો કેવળ કલ્યાણકારક જ નીવડે છે; પણ કોઈ વેળા તેવી વાંછા મહાત્મા પ્રત્યે થઈ અને તેવી પ્રવૃત્તિ થઈ ચૂકી, તો પણ તે જ વાંછા જે અસપુરુષમાં કરી હોય અને જે ફળ થાય છે, તે કરતાં આનું ફળ નું શું થવાનો સંભવ છે. પુરુષ પ્રત્યે તેવા કાળમાં જે નિઃશકપણું રહ્યું હોય, તે કાળે કરીને તેમની પાસેથી સન્માર્ગની પ્રાપ્તિ હોઈ શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org