________________
( ૨૨૯ )
હોય છે. અમારા સગમાં આવેલા કોઇ જીવોને હજુ સુધી અમે એમ જણાવ્યું નથી કે આમ વર્તી, કે આમ કરો. માત્ર શિક્ષાબેાધ તરીકે જણાવ્યું હશે.
૪. અમારો ઉદય એવો છે કે એવી ઉપદેશવાત કરતાં વાણી પાછી ખેંચાઈ જાય છે. સાધારણ પ્રશ્ન પૂછે તે તેમાં વાણી પ્રકાશ કરે છે; અને ઉપદેશવાતમાં તા થાણી પાછી ખેંચાઈ જાય છે, તેથી અમે એમ જાણીએ છીએ કે હજુ તેવા ઉદય નથી.
૫. પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઇ જીવના દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હેાય તે પૂર્વે થઇ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં; પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીના કળશા અત્રે હાય તા તેથી તૃષા છીપે.
1. ૬. જીવ પેાતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી ક્લ્યાણ થાય કે સમાધિથી કે યાગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org