________________
[ ૪૬૦ ]
[ વર્ષે ૨૬ મુ* ]
શારીરિક વેદનાને દેહના ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સભ્યપ્રકારે અહિયાસવાયાગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું ખળ વિશેષ વર્તતું હાય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યપ્રકાર રૂડા જીવાને પણ સ્થિર રહેવા કઠણ થાય છે, તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતના વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારના નિશ્ચય આવે છે. મેટા પુરુષાએ અહિંયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગાની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમના રહેલા અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવાયાગ્ય જાણવાથી જીવને તે સમ્યíરણામ ફળીભૂત થાય છે, અને વેદના,વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઇ કર્મોનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી માહ–મમત્વાદિ ત્યાગ્યાં હોય, તા તે માઢું શ્રેય છે;
૧૫
...
Jain Education International
K
For Personal & Private Use Only
www.jainelibrary.org