________________
(૨૨૬) તથાપિ તેમ ન બન્યું હોય તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જો કે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
જયાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપરિણામિક એવી મમતા ભજવી એગ્ય છે; એટલે કે આ દેહના કેાઈ ઉપચાર કરવા પડે છે તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઈચ્છાએ નહીં, પણ તે દેહ કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એ કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચાર પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપારિણામિક મમતા છે, એટલે પરિણામે સમતાસ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાથે, સાંસારિક સાધનમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org