________________
પાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર. ૩૩ ગઈ કાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ
કરવાને સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ
કર. ૩૪ આજે કોઈ કૃત્યને આરંભ કરવા ધારતે હૈ
તો વિવેકથી સમય, શક્તિ અને પરિણામને
વિચારી આજના દિવસમાં પ્રવેશ કર. ૩૫ પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે
મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં
પ્રવેશ કર. ૩૬ અઘોર કર્મ કરવામાં આજે તારે પડવું હોય તો
રાજપુત્ર હો તોપણ ભિક્ષાચારી માન્ય કરી
આજના દિવસમાં પ્રવેશ કરજે. ૩૭ ભાગ્યશાળી હો તો તેના આનંદમાં બીજાને
ભાગ્યશાળી કરજે. પરંતુ દુર્ભાગ્યશાળી છે તે અન્યનું બુરું કરતાં રોકાઈ આજના દિવસમાં
પ્રવેશ કરજે.. ૩૮ ધર્માચાર્ય હે તો તારા અનાચાર ભણી કટાક્ષ
દષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org