________________
(૧૫૯) તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરો હસમુખ ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પિતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડયો છે એમ મને યાદ નથી, કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહીં લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે. આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકત. વિતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ન મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.
તેમનાં લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂ એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org