________________
શ્રીમ કે પરિચય. મારી ઉપર ત્રણ પુરુષોએ ઉંડી છાપ પાડી છે. ટોલ્સ્ટોય, રસ્કિન અને રાયચંદભાઈ ટોલ્સ્ટોયની તેમના અમુક પુસ્તક દ્વારા અને તેમની સાથેના છેડા પત્ર વ્યવહારથી, રસ્કિનની તેના એક જ પુસ્તક “અત્યુધિસ લાસ્ટ થી,–જેનું ગુજરાતી નામ ‘સર્વોદય’ મેં રાખ્યું છે અને રાયચંદભાઈની તેમની સાથેના ગાઢ પરિચયથી. હિંદુ ધર્મમાં મને શંકા પેદા થઈ તે સમયે તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ હતા.
આપણે સંસારી જીવ છીએ ત્યારે શ્રીમદ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમને કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મેક્ષ તરફ ધસી રહ્યા હતા.
શ્રીમદ્ભાં લખાણ અધિકારીને સારું છે. બધા વાંચનાર તેમાં રસ નહીં લઈ શકે. ટીકાકારને તેની ટીકાનું કારણું મળશે; પણ શ્રદ્ધાવાન તે તેમાંથી રસ જ લૂંટશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org